કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા ખેડૂતોને રોગથી બચવા આપ્યું માર્ગદર્શન

નર્મદામા સોયાબીન પાકમાં વાયરસથી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતિત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા ખેડૂતોને રોગથી બચવા આપ્યું માર્ગદર્શન

રાજપીપલા, તા.26

નર્મદાજિલ્લા મા સોયાબીન પાકમાં અચાનક વાયરસ આવી જતા આ વાયરસ થી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતિતબન્યા છે. જોકે આ અંગે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા દ્વારા ખેડૂતોને રોગથી બચવા માર્ગદર્શન આપ્યું છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટ્ટ ના જણાવ્યા અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદાના માર્ગદર્શન અનુસાર નર્મદા જીલ્લામાં હાલમાં સોયાબીનની ખેતી કરતા ખેડુતો ને
ખાસ સલાહ આપવામં આવે છે કે અત્યારે સોયાબીન પાકમાં વાયરસથી થતો પાનનો પીળીયા રોગનો ઉપદ્રવ ખુબજ જોવામળેલ છે. આ રોગને કાબુમાં કરવા માટે શરૂઆતમાં એકલ દોકલ છોડ જો રોગ ગ્રસ્ત જોવા મળે ત્યારે તેને ખેતરમાંથીઉપાડીને નાશ કરવો જોઈએ. અને જો વારસ્વાર આવા એકલ દોકલ પીળા છોડ દેખાય તો તેને દુર કરતા રહેવું જોઈએ.
વધુમાં જણાવવાનું કે રોગ માટેના વાહક એવા ચુસીયા જંતુઓ જેવા કે સફેદમાખીના નિયંત્રણ માટે કોઈ પણ જંતુ
નાશક દવા જેવીકે એસીટામીપ્રાઈડ ૩ ગ્રામ/ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. જ્યારે સોયાબીન પાકમાં
આખા ખેતરમાં પીળીયા રોગ ફેલાઈ ગયેલ હોય તેવા સંજોગોમાં આવા સોયાબીન પકવ્યા બાદ તેને બિયારણ તરીકે નવાપરવા એવી સલાહ આપવામાં આવે છે. વધુ માહીતી માટે જણાવેલ ફોન નંબર (મો.નં.
૭પ૭પ૦૧૧૧૦૭ અને ૮૧૪૦૦૦૦૪૬૫ ઉપર સમ્પર્ક કરવા જણાવ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા