આજે સામાન્ય જનતા પણ રોડ શોમાં ભાગ લઇ શકશે ફ્રીમાં લઇ જવાશે રોડ શોમાં

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના રોડ શોમાં જાહેર જનતા પણ ભાગ લઇ શકે એ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ સ્થળેથી ઇન્ડિયા રોડ શો સુધી લઇ જવા માટે વિના મૂલ્યે બસ સેવા ઉભી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધી સતત આ બસ સેવાનો લાભ મળી શકશે. આ માટે પશ્ચિમ અને પૂર્વ એમ બે ઝોન ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી બસ સેવાનો લાભ મળી શકશે.મોદી-ટ્રમ્પનો 3 કલાકનો કાર્યક્રમ જોવા લોકો 6 કલાક 35 ડિગ્રી ગરમીમાં તપશે