બોડેલીમાં કોમી છમકલાથી તંગદિલી બાદ સજ્જડ બંધ

છોટાઉદેપુરના બોડેલીમાં દરગાહ મેદાન પર ક્રિકેટનો બોલ લેવા ગયેલા 15 વર્ષનાં દેવ રાઠવાને મુસ્લિમ યુવકોએ માર મારીને આ મેદાનમાં હિન્દુઓ રમવા આવશે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. જેથી બોડેલીમાં કોમી વાતાવરણ ડહોળાયું અને ભાજપ પ્રમુખ કાર્તિક શાહને ચિકન સેન્ટર પર સળિયો પેટમાં ઘૂસાડી મારી નાખવાની ધમકી આપતા હિન્દુ સમાજ રોષે ભરાઈને આજે (રવિવાર) બોડેલી સજ્જડ બંધ પાળ્યો હતો