રિહર્સલ દરમિયાન જ વૃદ્ધા પડી ગયા

ટ્રમ્પ અને પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ 22 કિલો મીટર લાંબો રોડ શો કરવાના છે. આ રોડ શો આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. જેને પગલે પોલીસ કોનવોય અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ રહેશે. આજે બપોરે સુરક્ષાના રિહર્સલ દરમિયાન નજીકની સોસાયટીમાં એક વૃદ્ધ મહિલા પડી ગયા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર આપવા માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ એક IPS અધિકારીએ કોનવોય પુરો ન થાય ત્યાં સુધી 108ને રોકી રાખી હતી