ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામગાંજો પકડાયો

સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામ
ગાંજો પકડાયો

રાજપીપલા, તા18

સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56 લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામ
ગાંજો પકડાયોછે. એસોજી નર્મદાએ આરોપીને ઝડપીપાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર
શએમ.એસ. ભરાડા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તેમજ હિમકર સિંહ જીલ્લા
પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જીલ્લામાં નાર્કોટીક્સ ને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર રેઈડ કરી
પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા
એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુભાઇ વાલજીભાઇ વસાવા (રહે.બર્કતુરા ગામની, સીમામાં, તા.સાગબારા, જી.નર્મદા.) નાં ખેતરમાંથી રેઈડ કરી લીલો ગાંજો ૧૫ કીલો ૬૦૦ ગ્રામ
કિ.રૂ.૧,૫૬,૦૦૦- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડીતેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી સાગબારા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ.
એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી માટેઆરોપી ને સાગબારા પોલીસને માં સોંપવામાં આવેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા