વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણ



રાજપીપલા, તા15

રાજપીપલા વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણસાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું


આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રાજપીપલા નગરપાલીકા દ્વારા રાજવી પરિવારના રઘુવિરસિંહજી ગોહિલ અને શ્રીમતી રૂક્ષ્મણી દેવીજી ગોહિલ નગરપાલીકાના પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ અને અન્ય સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રી રમણસિંહ રાઠોડ સહિત શહેરના અગ્રણીશ્રીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં પોઇચા તરફથી આવતા રાજપીપલા શહેરના પ્રવેશ દ્વાર પાસે વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે આજ રોજ દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસના અમૃત અવસરે રાજપીપળા શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત ૭૫ ફૂટના ઊંચા પોલ ઉપર ૧૪ x ૨૧ ના રાષ્ટ્રધ્વજનું વિજય ચોક સર્કલ (કાળા ઘોડા સર્કલ) ખાતે મારા વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાનો તથા રાષ્ટ્રગીત સાથે દેશ અને દેશના વીર સપૂતોને સલામી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી હું ખૂબ જ ધન્યતા અનુભવું છું.

આ રાષ્ટ્રધ્વજ સમગ્ર રાજપીપળા શહેરની શોભામાં સુંદર વધારો કરશે અને શહેરના લોકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જનારા પર્યટકો દેશના આન, બાન અને શાન એવા આ રાષ્ટ્રધ્વજનું દર્શન કરશે અને લોકોમાં સ્વયં રાષ્ટ માટેની ભાવના જાગૃત થશે અનેb આ રાષ્ટ્રધ્વજમાંથી લોકો અનેક પ્રેરણા મેળવશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા