બેરોજગારી મુદ્દે સરકારને ભીંસમાં લેવા દેશભરમાં કોંગ્રેસ કરશે આ કાર્યક્રમ

કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે. દરેક જિલ્લાના બે પ્રવક્તા દિલ્હી જઈ પોતાના વિસ્તારની બેરોજગારી વિષે વાત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી સરકાર સામે સવાલો કરવામાં આવશે