મુલદ ટોલ નાકા પાસેથી ફોર વ્હીલર ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં મુદ્દામાલની સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, વડોદરા વિભાગ, તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી. ભરૂચના ઓનાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ/જુગારના કેસ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન પો.સ.ઇ. પી. એમ. વાળા એલ.સી.બી. ભરૂચની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળેલ કે, “નેશનલ હાઇવે ૪૮ ઉપર સ્કોડા ફેબિયા ફોર વ્હીલર ગાડી નંબર DD 03 H 2740 ની દમણ તરફથી આવી વડોદરા તરફ જાય છે અને તેમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે”; જે બાતમી આધારે મુલદ ટોલનાકા પાસે વોચ તપાસમાં હતા દરમિયાન બાતમી વર્ણનવાળી ગાડી આવતા તેને રોકી લઈ ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ- ૫૯૬ કિંમત રૂા. ૮૫,૭૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લઇ તથા ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર બી ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:- (૧) જય ઉર્ફે રોકી હરીશભાઈ રાણા ઉં.વ.૩૧, રહે.મકાન નં.૨/૩૧૫, રાણા સ્ટ્રીટ, નાની દમણ.
વોન્ટેડ આરોપીઓ:- (૧) રાહુલ રહે.નાની દમણ મો.નં.૮૩૪૭૩૩૩૫૪૯ (૨) કાર્તીક રહે.નાની દમણ મો.નં.૭૬૯૮૭૦૫૮૯૫ (૩) સોયેબ રહે.માંકણ તા.કરજણ મો.નં.૬૩૫૨૯૪૭૭૫૦/૭૦૯૬૬૨૦૪૫૫
કબ્જે કરેલ મુદામાલ:- (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂ નાની-મોટી કુલ બોટલ નંગ-૫૯૬ કિં.રૂ.૮૫,૭૦૦/- (૨) સ્કોડા ફેબિયા ગાડી નં. DD 03 H 2740 કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કિં.રૂ. ૨૫૦૦૦/-
કુલ મુદ્દામાલ કિં.રૂ. ૫,૧૦,૭૦૦/-
કામગીરી કરનાર ટીમ:- પો.સ.ઇ. પી. એમ. વાળા તથા અ.હે.કો. હિતેષભાઈ, અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. વિશાલભાઈ, અ.પો.કો. વિજયભાઈ, અ.પો.કો. નરેશભાઈ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.