અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં બધુ જ રંગબેરંગી દેખાય રહ્યું છે

સિક્યુરીટી એવી કે જાણે પેન્ટાગોન કે વોશિંગ્ટનમાં હોય એવો નજારો છે. ડોગ સ્કવોડના ડોગ પણ આજકાલ પૂરેપૂરી શિફ્ટમાં કામ કરી રહ્યા છે. જે રસ્તેથી ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થવાના છે ત્યાં એકના વિનાના લોખંડના બે-બે બેરિકેટીંગ ઉભા કરીને તેમાં પણ કલર કરવામાં આવી રહ્યો છે. આમ હાલમાં અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં બધુ જ રંગબેરંગી દેખાય રહ્યું છે. અમેરિકાના ઝંડા એટલા દેખાય છે કે જાણે અમેરિકામાં હોય તેવો અહેસાસ થાય છે. આમ જો કોઇ ગુજરાતીએ વગર વીઝાએ અમેરિકાના અહેસાસ કરવો હોય તો 24 તારીખ સુધીમાં આંટો મારી જાય.પછી તો બધાને ખબર જ છે કે હેરિટેજ અમદાવાદ કેવું હતું અને પાછું કેવું થઇ જશે