કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર વિશ્વની કામગીરીમાં પરિવર્તન આવ્યું છે. એક તરફ વ્યવસાય અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાને કારણે લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ કોવિડ-19 સામેની લડાઇનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેઓ લોકોના જીવનને બચાવવા માટે નિઃસ્વાર્થ ભાવના સાથે પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યાં છે. એક સમાજ તરીકે આપણે તેમના પ્રયાસોની પ્રશંસા સાથે તેમનો આદર કરવો રહ્યો.
કોવિડ મહામારીની ઘાતક લહેરમાં સેવાભાવના સાથે ફરજ નિભાવી છે તેવા ભુતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર્સનું
આકાશ ઇન્સ્ટિટ્યુટ દ્રારા અમદાવાદમાં વિવિધ બ્રાન્ચના કુલ 15 ભુતપૂર્વ
વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
આકાશ ઇન્સ્ટિટ્યુટે કોવિડ ફરજ નિભાવનારા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું.
https://youtu.be/YVsAH4LKwGY