નર્મદામાં 8મી ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ
લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો
લાખો આદિવાસી માઈ ભક્તો દશામાનું વ્રત કરે છે
દશામાની મૂર્તિનું સ્થાપન કરી
10દિવસ ઘરમાં અત્યન્ત પવિત્ર રાખતા હોઈ
ઘરના સદસ્યો મદિરાપાન કરતા નથી કે માંસાહાર કરતા નથી કોઈ ખોટું કામ કરતા નથી
જેને નર્મદા જિલ્લા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ ઘટી જાય છે.
રાજપીપલા ખાતે ઠેર ઠેર દશામાંનું મૂર્તિઓનું વેચાણ શરૂ થયું
મૂર્તિ વેચાણ માં પણ કોરોનાની અસર
રાજપીપલાની મહિલાઓ ઓર્ડર પૂરો કરવા રાત દિવસ મૂર્તિઓ શણગાર કરવામાં વ્યસ્ત
આદિવાસી મહિલાઓ માટે કોરોનામાં રોજગારીનો ખુલ્યો વિકલ્પ
રાજપીપલા, તા 8
નર્મદા જિલ્લામાં માં 8મી ઓગસ્ટથી 10દિવસ માટે દશામાના વ્રતનો પ્રારંભથઈ રહ્યો છે. માઈ ભક્તોમાં દશામાં પ્રત્યે અગાધ શ્રદ્ધા હોય છે 10 દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક વ્રત કરવાની પોતાની અને પોતાના પરિવારની દશા સુધરી જાય છે. અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નર્મદામાં હજારો માઈ ભક્તો દશામાંનું ભારે શ્રદ્ધા પૂર્વક વ્રત કરતા હોઈ રાજપીપલા માં લીમડાચોક ખાતે મૂર્તિ વેચાણનો મેળો ભરાયો છે.
હાલ માઈ ભક્તો મૂર્તિનો ઓર્ડર આપીને બુક કરાવી રહ્યા છે. તો મૂર્તિનો શણગાર કરવાનો ઓર્ડર આપતાં રાજપીપલાની કારીગર બહેનો મૂર્તિ શણગારવામાં વ્યસ્ત બની છે. એટલી બધી મૂર્તિઓ ના ઓર્ડર બુક થતાં હોઈએ આખો પરિવાર મૂર્તિ શણગારવાના કામમાં આખો દિવસ રાત દિવસ લાગી ગયા છે.આદિવાસી મહિલાઓ માટે કોરોનામાં રોજગારીનોનવો વિકલ્પ ખુલ્યો છે.
શણગારેલી મૂર્તિઓનું ઘેરે ઘેર સ્થાપના થાય છે.
દસ દિવસ માઇભકતો પોતાના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન કરી અનુ પવિત્ર વાતાવરણ રાખી મૂર્તિનું પૂજન કરે છે. અનેવ્રત કરે છે. ૧૦ દિવસ દરમ્યાન ઘરમાં પવિત્ર વાતાવરણ રહેવાથી ઘરના સદસ્યો મદિરાપાન કરતા નથી. કે માંસાહાર કરતા નથી.કોઈ ખોટું કામ કરતા ન હોવાથી નર્મદા જિલ્લા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ ઘટી જાય છે.
દશ દિવસ સુધી નર્મદા જિલ્લો ભક્તિમય બની જાય છે.
જોકે હાલ રાજપીપલા ખાતે ઠેર ઠેર દશામાંનું મૂર્તિઓનું વેચાણ શરૂ થયુંછે. પણ
મૂર્તિ વેચાણમાપણ કોરોનાની અસરજોવા મળી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા