મંત્રી-ધારાસભ્યોને આજે રાત્રે ગાંધીનગર પહોંચવા આદેશ

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંત્રીઓ સહિત 100થી વધુ ઉચ્ચ અધિકારીઓને મોટેરા સ્ટેડિયમ લઇ જવા માટે ખાસ વોલ્વો બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામને સચિવાલયથી સ્પેશિયલ બસમાં સ્ટેડિયમ સુધી લઇ જવામાં આવશે. મંત્રીઓ અને ધારાસભ્યોને રવિવાર રાત્રે જ ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે.