*કલમ 144 સહિત પોલીસ કમિશ્નરના જાહેરનામાના અધિકારને હાઈકોર્ટમાં પડકારાયો*

અમદાવાદ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નથી સરકારને સોગંદનામું કરવા આદેશ ચાર લોકોથી વધુ ભેગા થવા પર સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવાના મામલે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. 2016 થી શહેરમાં એક દિવસ પણ એવો નથી કે જ્યારે શહેરમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું અમલમાં ન હોય 144ની કલમનો દુરુપયોગ વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે સતત 144ની કલમ લગાવેલી રાખવીએ લોકોમાં એવો સંદેશો મોકલે છે કે ગુજરાતમાં રહેવું સુરક્ષિત નથી