મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે

મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.