દેહવ્યાપારનો કારોબાર કરનાર ચાર સામે ફરિયાદ
ફરાર બિલ્ડિંગના માલિકને ઝડપી પાડવા તજવીજ હાથધરી
અમદાવાદ શહેરના નરોડા પાટીયામાં ગેરકાયદેસર ચાલતું કુટણખાનું ઝડપાયું છે. ગોરખધંધાનો સંચાલક દિનેશ પરમાર પોતાના મળતિયાઓ પાસે મળી બહારથી છોકરીઓ બોલાવી કૂટણખાનું ચલાવી રહ્યો હતો. જેની બાતમી મળતા નરોડા પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસોએ રેડ કરી બહારથી છોકરીઓ લાવીને દેહ વ્યાપાર કરાવતા ચાર લોકો સામે ગુનો નોંધી સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા પાટીયા ધનુષધારી મંદિરની સામે ગુલાબી રંગના બે માળના બિલ્ડીંગમાં જ્યાં પહેલા રાજ ગેસ્ટહાઉસના નામે ચાલતી હતી ત્યાં દિનેશ કાઠીયાવાડી નામનો માણસ હોટલમાં છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવતો હોવાની નરોડા પોલીસ સર્વેલેન્સ સ્ક્વોડને બાતમી મળી હતી.
બાતમી બાદ પોલીસે ગુલાબી રંગની બિલ્ડીંગમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન કુટણખાનું ચલાતું હોવાનું બહાર આવ્યુ હતુ. સાથે ત્રણ યુવતીઓ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે સંચાલક દિનેશ પરમાર સહિત અન્ય બે શખ્સો વિષ્ણુભાઇ વૈષ્ણવ તથા મનોજ જયસ્વાલની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી યોગેશ પેટલ ફરાર છે.
પૂછપરછ દરમિયાન દિનેશ પરમારે કબૂલાત કરી હતી કે, બિલ્ડીંગના માલિક યોગેશ પટેલ સાથે રહીને આ ગોરખધંધો ચલાવતા હતા. ગ્રાહક દીઠ તગડી રકમ વસુલતા હતા જેમાંથી થોડાક યુવતીઓને આપતા અને બાકી વહેંચી લેતા હતા. પોલીસે સંચાલક સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે જયારે બિલ્ડીંગના માલિકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે…