નાંદોદ તાલુકાના
સીસોદરા ગામે પરિણીતાને
માર-મારી શારીરીક માનસીક
ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુનાની ફરિયાદ
રાજપીપલા, તા.30
નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને
માર-મારી શારીરીક માનસીક
ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુનાની ફરિયાદપાંચ આરોપીઓ સામે આમલેથા પોલીસ મથકમાં નોધાઈ છે.
જેમાં ભોગ બનનાર ફરીયાદીબેને આરોપીઓ ૧) પ્રવિણભાઇ શામળભાઇ પટેલ (૨) કૈલાશબેન પ્રવિણભાઇ પટેલ(૩) અંકુરભાઇ રમેશભાઇ પટેલ ત્રણેય રહે.સીસોદરા તા.નાંદોદ જી.નર્મદા (૪) જયવંતકુમાર ચુનિલાલભાઈ
પટેલ (૫) સેજલબેન જયવંતભાઈ પટેલ
( રહે.ઉમલ્લા તા.ઝઘડીયા જી.ભરૂચ)સામે ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદની વિગત અનુસાર તા.૧૭/૦૩/ર૦૦૧ ના રોજ ફરીયાબેનને આ કામના આરોપીઓએ
ફરીયાદીબેનના પતિનું અવશાન થયેલ તે બાદ ફરીયાદીબેનને તેના ઘરમાંથી કાઢી મુકવા માટે ફરીયાદીને ગમે તેમ ગાળોબોલી માર-મારી શારીરીક માનસીક
ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી તેમજ ગઈ તા.૦૪/૦૩/૨૦૦૧ થી તા.૧૭/૦૩/ર૦ર૫ ના સમયગાળા દરમ્યાન આ કામના આરોપી અંકુરભાઇ
એ બે-ત્રણ વાર
ફરીયાદીબેનના શરીરે અડપલા કરી છેડતી કરી ગુનોકરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા