જામનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગર ખાતે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે યોગ ટ્રેનર અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ તકે મંત્રીશ્રીએ ગુરુપુર્ણિમાની શુભકામના સાથે યોગની મહત્તા વિષે અને વર્તમાન આહારવિહારની સ્થિતિ તથા યોગ ટ્રેનરો દ્વારા વધુને વધુ લોકોને યોગ શીખવાડી નીરોગી જીવન તરફ અગ્રેસર બનાવવા માટેની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કોર્પોરેટર શ્રી ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, પાર્થભાઈ જેઠવા, પૃથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ માતંગ, નવાનગર નેચર ક્લબના પ્રમુખ શ્રી વિજયસિંહ જેઠવા, જામનગરના યોગ કોચ શ્રી હર્ષિતાબેન મહેતા, ટ્રેનર ધીરુભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર શહેરના ૮૦ યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
https://youtu.be/qugcW2An38U