દરેક ગુજરાતીઓનું સપનું હોય છે કે એકવાર અમેરિકા જાવું. પણ આ અમેરિકાવાળા વીઝા આપે કે ન આપે જો ખરેખરમાં અમેરિકા જેવો માહોલ જોવા જ હોય તો હાલ અમદાવાદમાં આંટો મારી જાવ. અદ્દલ અમેરિકા જેવો જ અહેસાસ થશે અને હા આ સ્કીમ થોડા દિવ માટે જ છે. પછી તો આપણું અમદાવાદ હતું એવું ને એવું થઇ જ જાશે.ચોખ્ખાચણાક રસ્તા, અમેરિકાના લહેરાતા ઝંડા, અચાનક કોઇ આવે તો એવું લાગે કે વગર વીઝાએ અમેરિકા પહોંચી ગયા કે શું.પણ ભૂલ ન ખાઇ જતા આ તો આપણું હેરિટેજ શહેર અમદાવાદ છે. આ તો ડોનાલ્ડ ભાઇ આવવાના છે એટલે આખેઆખો અમેરિકા જેવો માહોલ ઉભો કરાયો છે. જ્યાં જુઓ ત્યાં ડોનાલ્ડ ભાઇ અને તેમના ધર્મપત્ની અને વડાપ્રધાનની તસ્વીરો નજરે પડી રહી છે.
સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે તે માટે વિવિધ સાંસ્કૃતિક આકર્ષણો પણ ઉભા કરવામા આવી રહ્યા છે