જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા

ક્યારેય ન જોયેલી, વિચારેલી, જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા

પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના 86માં જન્મદિવસ નિમિત્તે 24, 25 અને 26 જુલાઇના રોજ ત્રણ દિવસીય ભવ્ય આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું હતું. આ ત્રણ દિવસીય આર્ટ ગેલેરીની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઇને મહત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. આર્ટ ગેલેરીમાં 3-ડી ટેક્નોલોજી હોલોગ્રામથી ગચ્છાધિપતિશ્રીના ઉપકરણોનું દર્શન, ગચ્છાધિપતિશ્રીની 3-ડી રંગોળી તથા પ્રશ્નોના જવાબ ગચ્છાધિપતિશ્રીના અવાજમાં સાંભળવા મળ્યાં હતાં. વધુમાં ગચ્છાધિપતિશ્રીના અવાજમાં હિતશિક્ષા, બાળકો માટે એનિમેશન ફિલ્મ અને ધાર્મિક ગેમ્સ વગેરે પણ જોવા મળી હતી. તેમાં અગાઉ ક્યારેય ન જોયેલી, વિચારેલી, જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમાને જોવાનો અને માણવાનો પણ અવસર મળ્યો હતો. અને ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં ભક્તજનો તેની મુલાકાત લીધી હતી.