એચ.એ.કોલેજ ધ્વારા કોરોના વોરીઅર્સનું
સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા કોરોના સમય દરમ્યાન કાયદો તથા વ્યવસ્થા જાળવણી માટે પોતાના જીવની પણ પરવા કર્યા સીવાય જનતાની સેવા કરી છે તેવા બહોશ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. કોરોના વોરીઅર તરીકે ભૂમીકા ભજવનાર નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર રામદેવસિંહ ચુડાસમા તથા એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સંજય ચૌધરીની કામગીરીને કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે સન્માનપત્ર આપીને તથા શાલ ઓઢાડી બીરદાવવામાં આવ્યા હતા.આવીજ રીતે અમદાવાદ વિવિધ પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવશે પ્રિ.વકીલે કહ્યું હતુ કે કોરોનાના કપરા કાળમાં પોલીસ ધ્વારા જનતાની સલામતી રાખી હતી તથા ઘણા ગંભીર દર્દીઓને હોસ્પીટલ સુધી પહોચાડવાની કામગીરીમાં સહાયરૂપ થયા હતા. આવી સેવા કરીને સમાજમાં માનવતાની મહેક પ્રસરાવી છે. એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફીસર પ્રા.એચ.બી. ચૌધરી, એન.સી.સી યુનીટના કેપ્ટન પ્રા. મહેન્દ્ર વસાવા તથા કોલેજના પ્રા. ચેતન મેવાડાએ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કર્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈને આ સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.