બ્રેકીંગ :ક્રાઇમ ન્યૂઝ નર્મદા
લ્યો કરો વાત!
નર્મદામા દારૂની હેરાફેરી હવે જળમાર્ગે?
નર્મદા ડેમમાથી દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપાઈ
SRPની ટીમે પેટ્રોલિંગ વેળાં ઝેરગામ તરફ જતી બોટને અટકાવતા બોટમાંથી 2.97 લાખનો દારૂ મળી આવ્યો
નર્મદા બંધના ઉપરવાસમાં મહારાષ્ટ્રથી હોડકામાં વિદેશી
દારૂ ઘુસાડવાનું ષડયંત્ર SRP જવાનોએ ઝડપ્યું
જવાનોને જોઈન બે શખો બોટમાંથી કૂદીને ભાગી ગયા
રાજપીપલા, તા 24
નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર સાથે જોડાયેલો હોવાથી ગુજરાતમા દારૂબંધી હોવાથી દારૂનો વેપલો કરનારા બુટલેગરો દારૂનો વેપલો કરવા અવનવા કિમીયા અજમાવતા હોય છે. પહેલા મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા પોલીસ ઝડપી પાડતી હોઈ હવે બુટલેગરો જળમાર્ગે દારૂની હેરાફેરી કરવા લાગ્યા છે.
જેમાં નર્મદા ડેમમાથી દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપાઈ છે
જેમાં SRPની ટીમે પેટ્રોલિંગ વેળાં ઝેરગામ તરફ જતી બોટને અટકાવતા બોટમાંથી 2.97 લાખનો દારૂ મળી આવ્યો છે.નર્મદા બંધના ઉપરવાસમાં મહારાષ્ટ્રથી હોડકામાં વિદેશી
દારૂ ઘુસાડવાનું ષડયંત્ર SRP જવાનોએ ઝડપી પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા
બંધ પર સુરક્ષા સંભાળતા નર્મદાબટાલિયન SRP ગ્રુપના DYSPચિરાગ પટેલની સૂચનાથી સરદાર
સરોવર ના ઉપરવાસમાં કોઈ કોઈ ગેરપ્રવૃત્તિ નથી થતી જે જોવાની સૂચના આપી એક ટિમ સુરક્ષા બોટ
લઈને SRP જવાનો પેટ્રોલીગ કરીરહ્યા હતા ત્યારે ઝેર ગામના કિનારાતરફ એક કેશરી બોટ જતા નજરે પડતા પેટ્રોલીગ બોટે તેમનો પીછોકરી ઉભા રહેવાની વાત કરી ત્યારેબોટમાં બેઠેલા બે શખશો બોટમાંથી
કુદીને ભાગી ગયાહતા . જોકે સુરક્ષા જવાનોએ બોટ પાસે જઈને જોયું તો બોટમાં વિદેશી દારૂ ભરેલહતો.મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.વિદેશી બનાવટ નો દારૂ કવાટરીયા
અને બિયર મળી કુલ 2,97,300
રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો. જેમુદામાલ સહીત કેવડિયા પોલીસને સોંપતા પોલીસે અજાણ્યા શખશો
વિરુદ્ધ ગુનો નોંધી DYSP વાણીદુધાત સુપરવીઝનમાં પી.આઈ.પી.ટી.ચૌધરી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા બંધ
ઘણો સંવેદન સીલ વિસ્તાર હોય બુટલેગરોએ સરદાર સરોવરનો જલમાર્ગે નર્મદામાં દારૂપહોંચાડવાની કોશિશ કરતા નર્મદા
સુરક્ષા સંભાળતી SRP નર્મદા
બટાલિયને આ વિદેશી દારૂની મોટોજથ્થો ઝડપી પાડ્યો છે. કેવડિયાપોલીસે આ બુટલેગરો સામે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા