નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું કોરોનમાં મોત થતાં નર્મદા પોલીસ દ્વારા 25લાખની સહાય આપી
નર્મદા પોલીસ અધિક્ષક ન
હિમકર સિંહે સદગતના પરિવારને રૂ.25લાખનો ચેક અર્પણ કર્યો.
રાજપીપલા, તા.21
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પોલીસ મથકે ફરજ બજાવતા આમ હે.કો.સ્વ. મોહનભાઇ
રામજીભાઇ વસાવાનું કોરોના સંક્રમણના કારણે સારવાર દરમ્યાન તા.૧૯/૦૪/૨૦૨૧ ના
રોજ દુઃખદ અવસાન થયું હતું..રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસ ( covID-9) ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાંઆવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમિત થયેલ કર્મચારી કે અધિકારીના દુઃખદ
અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને અંકે રૂપીયા પચ્ચીસ લાખ ની સહાય
મુખ્ય મંત્રીના રાહત ફંડમાંથી યુકવવાની સરકારની જોગવાઇછે. તે મુજબ આર્મ હે.કો.સ્વ.મોહનભાઇ રામજીભાઇ વસાવાને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂપીયા પચ્ચીસલાખની સહાયમંજુર કરવામા આવી હતી.જે સહાયનો ચેક પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહે આર્મ હે.કો.સ્વ.. મોહનભાઇ રામજીભાઇ વસાવાના વારસદાર તરીકે તેમના
પુત્ર વિવેકભાઈ મોહનભાઈ વસાવાને તેમના બે પુત્રીઓની હાજરીમાં સન્માનભેર ચેક અર્પણ કરાયો હતો.. અને તેમના કુટુંબીજનો પ્રત્યે પોલીસ વડા હિમકર સિંહે ઘેરા દુઃખની સંવેદના પ્રગટકરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા