દેશ કા ગર્વ: ભારતીય વાયુસેનના સારંગ હેલિકોપટર રશિયામાં થનાર MAKS એર શોમાં પ્રદર્શન કરી ભારતનું ગૌરવ વધારશે.*

*દેશ કા ગર્વ: ભારતીય વાયુસેનના સારંગ હેલિકોપટર રશિયામાં થનાર MAKS એર શોમાં પ્રદર્શન કરી ભારતનું ગૌરવ વધારશે.*


દિલ્હી: IAFની સારંગ હેલિકોપ્ટરની ડિસ્પ્લે ટીમે રશિયાના ઝુકોવસ્કી આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે MAKS એર શોમાં પ્રથમ વખત પ્રદર્શન આપવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ એર શો દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષના સંસ્કરણનું આયોજન 20 થી 25 જુલાઇ 2021 દરમિયાન કરવામાં આવ્યું છે.

આ પ્રથમ પ્રસંગ છે જેમાં સારંગની ટીમ રશિયામાં ‘મેડ ઇન ઇન્ડિયા’ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ‘ધ્રૂવ’ સાથે તેના ચાર હેલિકોપ્ટર એરોબેટિક્સ ડિસ્પ્લેનું પ્રદર્શન આપી રહી છે. HAL દ્વારા બનાવવામાં આવેલા આ મશીનોમાં મિજાગરા વગરના રોટર (પંખો) છે અને તે પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવા અત્યાધુનિક એવિઓનિક્સથી સજ્જ હોવાથી મિલિટરી ઉડ્ડયન માટે અત્યંત અનુકૂળ છે.

સારંગ ટીમની રચના 2003માં બેંગલોર ખાતે કરવામાં આવી હતી અને 2004માં સિંગાપોરમાં યોજાયેલા એશિયન એરોસ્પેસ એર શોમાં તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિસ્પ્લે કર્યું હતું. ત્યારથી, સારંગે આજદિન સુધીમાં UAE, જર્મની, UK, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં વિવિધ એર શો અને કાર્યક્રમોના પ્રસંગે ભારતીય ઉડ્ડયનનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોમાં એરોબેટિક્સ ડિસ્પ્લે ઉપરાંત, આ ટીમે સંખ્યાબંધ માનવ સેવાને લગતી સહાયતા અને આપદા રાહત મિશનોમાં પણ ભાગ લીધો છે.