*યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત અને વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્ય – ભારતીય સંસ્કૃતિના તેઓશ્રી આદ્ય વિચરણ કરનાર ધર્માચાર્ય રહ્યા છે.
વિશ્વધર્મચચૂડામણી શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં પુનિતપાવની યમુનાના તીરે આજથી ૪૨ વર્ષ પૂર્વે અનેક મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી અને યુગદ્રષ્ટા સ્વામીબાપાએ પોતાની હયાતીમાં જ પોતાનાં મૂર્તિ સિંહાસનમાં પધરાવ્યાં અને તેજ દિને સ્વ મૂર્તિમાંથી પ્રસ્વેદ બિંદુના સૌ સંતો-ભક્તો દર્શનાર્થીઓને અમે પ્રતિમા દ્વારા સાક્ષાત અહીં બિરાજમાન છીએ… અને દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવી વિશ્વવંદનીય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઇતિહાસ સર્જ્યો.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સવામીશ્રીની અનુજ્ઞાથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, દિલ્હી શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંતો શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી દિવ્યવિભૂષણ દાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાન્નિધ્યમાં નવાં રૂપ રંગથી સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે તેનો ૪૨મો વાર્ષિકોત્સવ સાદાઈથી ઊજવાયો હતો. ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, પૂજનીય સંતો મહંતોના પ્રવચનો વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.