શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃ
યુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી

શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃ
યુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી


હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની મંજૂરી લઈ તેમના નામથી યુટ્યૂબ ચેનલ બનાવી હાસ્યના વીડિયો અપલોડ કરી લાખો રૂપિયાની રોયલ્ટી ચાંઉ કરવા બદલ રાજકોટના ચેનલ ઓપરેટર સામે સીઆઈડીની સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. શાહબુદ્દીન રાઠોડના પુત્ર અફઝલ રાઠોડે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કાંતિલાલ કક્કડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઓપરેટરે શાહબુદ્દીન રાઠોડના 110 વીડિયો અપલોડ કરી આવક રળી લીધી હતી.