*જામનગર ખાતે વિજરખી ફાયરીંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ*
જામનગર : પોલીસ વિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ વિસ્તારમાં તા.૨૧/૦૭/૨૦૨૧, તા. ૨૬ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી દિવસ-૦૭ દરમ્યાન જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાની યાદીમાં જણાવાયું છે.