કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૩૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે

*જામનગર ખાતે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે તા.૩૧ ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકાશે*
જામનગર: જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષે ૨૦૨૧માં બાગાયત વિભાગની ડ્રેગન ફુટ/કમલમ ફુટ/પિતાયા ફુટ વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ.ખેડુત પોર્ટલ ઉપર તા.૩૧-૦૮-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સાથેની અરજીઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં.૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોનનં. ૦૨૮૮- ૨૫૭૧૫૬૫ ઉપર તાત્કાલીક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.