નાંદોદ તાલુકાના પલસી ગામે જુગારની રેડ.
દસ જુગારીયો ઝડપાયા.
રોકડ રકમ રૂ.૧૮,૭૪૦/-સહિત કિ.રૂ.૮૦, ૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ
રાજપીપલા,તા. 8
નાંદોદ તાલુકાના પલસી ગામે જુગારની રેડ કરતાં દસ જુગારીયાઓ ઝડપાયા છે. જેમાં રોકડ રકમ 18740 /- સહિત કિ.રૂ. 80240/- મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અહેકો વિજયભાઈ ગુલાબસિંગ નર્મદા પોલીસ એ માણસો સાથે રેડ કરતા દસ ઇસમો નામે ઇસલાભાઇ ભીમાભાઇ વસાવા,સતિશભાઇ મોઘાભાઇ વસાવા,સુરેન્દ્રભાઇ નરપતભાઇ વસાવા, મુકેશભાઇ શંકરભાઇ વસાવા,દીનેશભાઇ
ગોરધનભાઇ વસાવા તમામ (રહે. પલસી ), મનહરભાઇ જાનીયાભાઇ વસાવા, દિલીપભાઇ જેસીંગભાઇ વસાવા, સુમનભાઇ દેવનભાઇ વસાવા (રહે. નિશાળ ફળિયુ મોટી ભમરી), દશરથભાઇ ભયલાલભાઇ વસાવા (રહે.બિતાડા), ફુલસિંગભાઇ ગેલાભાઇ વસાવા (રહે. ગાડીત) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના પકડાયેલા આરોપીઓ પરથી ગામે નવીનગરી ખાતે રહેતા સુરેશભાઇ રાયસીંગભાઈ વસાવાના રહેણાંક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઇલની લાઇટના અજવાળે ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી દાવ પરના રોકડા રૂ.6440 તથા અંગઝડતીના રોકડ રૂ.12300/- તથા મોબાઇલ નંગ-5 કિ.રૂ. 11500/- તથા મો.સા. નંગ-2 કિ.રૂ. 50000/-મળી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. 80240/-ના સાથે પકડાઈ જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા