*ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત*

*ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત*

 

બે દિવસ અગાઉ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજની ધર્મસભામાં ભડકાઉ ભાષણ કર્યું

 

મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.

 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી.

 

રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસ મૌલાનાને મુંબઈથી જૂનાગઢ લાવવામાં આવ્યો

 

આ વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી પોલીસે સુરક્ષા કડક કરી હતી….🖋️