આજે ગીરનાં ઇતિહાસની સૌથી મોટી PIL ની નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે સુનાવણી.
ગીર અને સિંહનાં ભવિષ્ય બાબત
ગુજરાત વનવિભાગનાં મેનેજમેન્ટ પ્લાન બાબત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ટીમ સેવ લાયન દ્વારા PIL કરવામાં આવી હતી.જેની સુનાવણી આજે તા: o૭/૦૧/૨oર૧ નાં રોજ હાઇકોર્ટ માં હાથ ધરાશે. રિટાયર્ડ ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી ડી.એમ.નાયક સાહેબ, સેવ લાયન સંસ્થાનાં વડા મયંકભાઇ ભટ્ટ તથા જાણીતા સિહપ્રેમી શ્રી રમેશભાઇ રાવળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. ગુજરાતનાં પ્રકૃતીપ્રેમીઓનાં મતે ગીર નાં ઈતિહાસની સૌથી મોટી PIL માનવામાં આવી રહી છે.
PIL બાબતની વધુ જાણકારી આપતાં મયંકભાઇ ભટ્ટ જણાવે છે કે, “હાલમાં વનવિભાગ અને સરકાર જે પ્રમાણે સિહ અને ગીર બાબત જે કાર્યપધ્ધતિ અપનાવી રહ્યા છે, તે ગીર મેનેજમેન્ટ પ્લાનને અનુસાર નહીં પરંતુ એડહોક કાર્યપધ્ધતિ થી ચાલી રહ્યું છે. જેને કારણે હાલમાં એશિયાઈ સિંહની હાલત કફોડી બની છે, તો ગીરનું નિકંદન નીકળી રહ્યું છે. જેમાં તાત્કાલિક બદલાવ લાવી ને ગીર મેનેજમેન્ટ નો સુવ્યવસ્થિત અમલ થવો જ જોઈએ.” રિટાયર્ડ ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન શ્રી. ડી.એમ.નાયક સાહેબ કે જેઓ એ પોતાનું સમગ્ર જીવન વનવિભાગને સમર્પિત કરેલ છે. તેઓ જણાવે છે કે, ” વન્યજીવ અને વન સંરક્ષણ માટે હંમેશા આગામી ૧૫ વર્ષની પરિસ્થિતિનો સટીક અભ્યાસ કરીને મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઇએ. જેને પગલે વન્યજીવો અને વનોનું સંરક્ષણ, સંવર્ધન થઈ શકે. સાથે સાથે ટોલરન્સ લિમિટ નક્કી થવી જ જોઈએ, જેને લીધે વન્યજીવ અને મનુષ્ય વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય. જે હાલની પરિસ્થિતિ જોતા બિલકુલ યોગ્ય છે, જેમાં મનુષ્ય અને વન્યજીવ બન્ને માટે ટોલરન્સ લિમિટ નક્કી કરવી જોઈએ”. વર્ષોથી ગીર અને સિંહની ખુબજ નજીક રહેતાં સિંહપ્રેમી શ્રી રમેશભાઈ રાવલ જણાવે છે કે, ” દિવસે દિવસે ગીર અને સિંહની પરિસ્થિતિ વધારે કપરી બની રહી છે. જંગલ વિસ્તાર વધતો નથી, સિંહોની સંખ્યા વધી રહી છે. જંગલમાં સિંહો માટે ખોરાકની કમી છે. તે જોતાં જંગલ વિસ્તાર વધારવો જોઈએ.” આમ, ઉપરોક્ત અનેક મુદ્દા આ PIL માં સમાવવામાં આવ્યા છે. PIL નો મુખ્ય વિષય “મેનેજમેન્ટ પ્લાન” છે. જેને લઈને સમગ્ર ગુજરાતનાં પર્યાવરણ પ્રેમીઓ હાઇકોર્ટની આજની સુનાવણી નિ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. સાથે એ વિનંતી પણ કરી રહ્યાં છે કે, નામદાર હાઇકોર્ટ આ ગીરનાં ઇતિહાસની સૌથી મોટી PIL હોવાથી તેની સુનાવણીઓ માટે વધારે Nમુદત ન પાડવામાં આવે, અને સિંહ અને ગિરને નામદાર હાઇકોર્ટ અભયદાન આપે. આજે નામદાર હાઇકોર્ટની આજની સુનાવણી પર દરેક પર્યાવરણ પ્રેમીઓ મીટ માંડી ને બેઠા છે.