*CBSEનાં પરીક્ષાર્થીઓને ડોનાલ્ડ ટ્રંપનાં રોડમાં હાલાકી ન વેઠવી પડે તે માટે ચીફ સેક્રેટરીએ આપ્યો આદેશ*

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીએ રોડ શોને લઈને સીબીએસઈના પરીક્ષાર્થીઓએ હાલાકી વેઠવાની સ્થિતિ આવી શકે છે. જોકે પોલીસ વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધીને વિદ્યાર્થીઓ તકલીફ ન પડે તે માટે તેની તૈયારીઓ કરી છે. ચીફ સેક્રેટરીએ પોલીસ અને શિક્ષણ વિભાગને પરીક્ષા માટે જનારા વિદ્યાર્થીઓને રોકવામાં ન આવે તેવો આદેશ કર્યો છે. 24 તારીકે ટ્રમ્પના રોડશોને લઈને સુરક્ષા બંદોબસ્ત હશે. તો સાથે તે જ દિવસે સીબીએસઈની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પણ છે. જેથી વાલીઓ ચિંતિત બન્યા હતા. જોકે ચીફ સેક્રેટરીએ પરીક્ષા માટે જનારા વિદ્યાર્થીઓને રોકવામાં ન આવે તેવો આદેશ આપ્યો છે.