*POKના લોન્ચ પેડ આતંકીઓથી છલોછલ, ભારતીય સૈન્ય કચ્ચરઘાણ બોલાવવા તૈયાર*

સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.