*આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે રેલી યોજાઈ*

તાપીમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મામલે ડોલવણ ખાતે રેલી યોજાઈ હતી. અને આ રેલી કાઢીને થોડા સમય માટે હાઈવે પર ચકકાજામ કરવામાં આવ્યો. જેથી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ રેલી પૂર્વ સાંસદ, વ્યારાના ધારાસભ્ય અને વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં યોજાઈ હતી. જોકે મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ રેલીમાં જોડાયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ દર્શાવ્યો હતો. અને તેમણે ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપીને ખોટા આદિજાતીના પ્રમાણપત્રો રદ કરવાની માગ કરી હતી.