સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.

અમદાવાદ

સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.

ટિકર

₹10.49 લાખથી શરૂ થતી કારની કિંમત

ગ્રાહકોને ડિલિવરી 12 જુલાઈ શરૂ થશે

સ્કોડા ઓટોની ભારત પ્રત્યેની નવી પ્રતતબદ્ધતાએ મજબતૂ છલાંગ ભરી છે, કેમકે કાંપનીએ ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ હઠેળ તેની સૌથી અપેક્ષિત એસયૂવી સ્કોડા  કુશકના બુકીંગ્સ શરૂ કરી દીધા છે અને તેની કિંમતોની જાહરેરાત કરી છે. સ્કોડા  કુશકને દેશભરમાાં રૂપિયા 10.49 લાખ થી શરૂ થતી એક્સ-શોરૂમ કિંમતે ઓફર કરવામાાં આવશે.

કંપની તેના નેટવર્ક ને ટાયર 2 અને 3 શહેરો માં  વિસ્તરી ને  દેશમાાં વધુ ઊંડે  સુધી  પ્રવેશ કરશે. સ્કોડા ઓટો ઇન્ડિયા હાલ માં  85 શહેરો માં  120વેચાણ ટચપોઇંટ્સ  ધરાવે છે અને 2021ના અંત સુધીમાં વધારીને 150 ટચપોઇંટ્સ કરવાનું વિચારે છે. સ્કોડા ની નવી કુશક હની ઓરેન્જ, ટોર્નાડો રેડ, કેન્ડી વ્હાઇટ, રીફ્લેક્સ સિલ્વર  અને કાર્બન સ્ટીલ એમ પાંચ રંગો માં ઉપલબ્ધ છે. સાથેજ 6-સ્પીડ મેન્યુઅલ , 6-સ્પીડ ઓટોમેટિક અને 7-સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશન ધરાવે છે. નવી કુશક માં વૈશ્વિક સ્તરે વખણાયેલી ટીએસઆઈ ટેક્નોલોજી દ્વારા સંચાલિત એન્જીન ના 2 વિકલ્પો 1.0 લીટર અને 1.5 લીટર ટીએસઆઈ અનુક્રમે 115પીએસ અને 150 પીએસ આપે છે.

તેના વેચાણ અને સેવા નેટવર્ક ને વિસ્તૃત કરવા ઉપરાંત, સ્કોડા ઓટો ઇન્ડિયા એ માલિકીના મોરચે વિવિધ ગ્રાહક-કેન્દ્રિત  પહેલો ની જાહેરાત કરી છે. દરેક કુશક 4 વર્ષ/1,00,000  કિમી ની વોરંટી  સાથે આવે છે, જેને 6 વર્ષ/1,50,000 કિમી સુધી લંબાવી શકાય છે. આ ઉપરાંત સ્કોડા પાર્ટ્સ માટે 2 વર્ષ ની વોરંટી, બેટરી માટે 2 વર્ષ ની વોરંટી, પેઇન્ટ માટે 3 વર્ષ ની વોરંટી, ઘસારા ની 6 વર્ષ ની વોરંટી અને 9 વર્ષ સુધી લંબાવેલા રોડસાઈડ પ્રોગ્રામો આપશે.


બાઈટ; અભિમન્યુ ત્રિપાઠી