કોરોના સંદર્ભે
ઈજિપ્તથી આવેલ
રાજપીપલાની જનરલ હોસ્પિટલને
ડિફિબ્રીલેટર શોક મશીન અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળ્યું
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે
રાજપીપલા, તા.17
વિદેશ મંત્રાલયના કોવિદ સેલ તરફથી મળેલ પત્ર અન્વયે વિદેશથી કોવિદ 19ની મહામારી અર્થે સાધનોની સહાય રાજપીપલાની જનરલ હોસ્પિટલને મળેલ છે. જેમાં ઈજિપ્તથી કુલ-૧ ડિફિબ્રીલેટર શોક મશીન અને કુલ-૧ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મળેલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીનથી હ્રદયમાં હ્રદયઘાતનો હુમલો થયો હોય તો ખબર પડે છે. તેમજ ડિફિબ્રીલેટર મશીનની હ્રદયના ધબકારા બરાબર ન ચાલતા હોય ત્યારે જરૂર પડે છે. સાથે કુલ-૧૫ નંગ પલ્સ ઑક્સીમીટર USA તરફથી મળવાના બાકી છે. જે મશીનથી દર્દીનો ઑક્સીજન સેચ્યુરેશન ખબર પડે છે, તેમ સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા તરફથી જણાવાયું છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ