નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી
ડેડિયાપાડાથી મળી આવેલી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવારસાથે મિલન કરાવ્યું
નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ કાઉન્સેલિંગ કરી નામઠામ જાણી નસવાડી તાલુકાના છટવાડા ગામે પહોંચી માતા પિતાને સોંપી દેવાઈ
રાજપીપલા, તા.27
નર્મદા જિલ્લામા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓનેમદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી બહાર આવી છે.
જેમાં ડેડિયાપાડાથી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવારસાથે મિલન કરાવ્યુંછે.
નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ કાઉન્સેલિંગ કરી નામઠામ જાણી નસવાડી તાલુકાના છટવાડા ગામે પહોંચી માતા પિતાને સોંપી દેવાઈહતી.
બનાવની વિગત અનુસાર
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીના સલાહ સુચન પ્રમાણે કામ કરતી નિર્ભયા સ્કવોર્ડના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે. પાઠક ના નેતૃત્વમાં નિર્ભયા સ્કવોર્ડઉમદા કામગીરી કરી રહી છે. હાલમાં ડેડીયાપાડા થી એક17વર્ષની અજાણી છોકરી મળી આવેલ. પરંતુ તે છોકરી પોતાનું નામ અને ગામ બતાવતી ન હતી. જેથી એમના ઘર સુધી પહોંચવું ખૂબ જ અઘરું હતું. તે છોકરીને રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર લાવી સોપેલ હતી, પરંતુ ત્યાં પણ તે છોકરી કશું જ બતાવી ન હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક મંદાબેન પટેલ બે દિવસ ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ તે છોકરી કશું જ બતાવતી ન હતી. ત્યાર બાદ આ બાબતે પીએસઆઇ પાઠક ઉપર સખી વન સ્ટોપ સેન્ટર સંચાલક મંદાબહેન પટેલ નોપીએસઆઇ પાઠક ઉપર ફોન આવ્યો કે છોકરી કશુંજ બતાવતી નથી. પીએસઆઇ પાઠકે આ બાબતે પોલીસ અધિક્ષકને બધી વાત થી અવગત કરાયા. અને ત્યાર પછી પોલીસ અધિક્ષક ની સુચના પ્રમાણે નિર્ભયા સ્કવોર્ડ ના મનિષાબેન જગસીભાઇ માલકીયા તથા કવિતાબેન જીવનભાઈ જાની બંને બહેનો એ છોકરી પાસે પોતાની ઓળખાણ છુપાવીને રહેવા અને કાઉન્સિલિંગ કરવા માટે તૈયાર કરી.નિર્ભયા સ્કવોર્ડનીબંને બહેનોએ તે છોકરી પાસે સવારથી રાતના દસ વાગ્યા સુધી એના રૂમમાં છોકરીસાથે રહી તે છોકરીને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ મિત્રતા બનાવી હતી. બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતોમાં તે છોકરીને સાચું નામ અને પિતાનું નામ શામજીભાઈ અને છોકરીના ભાઈ નું નામ દિલીપભાઈ ગામ છલવાટા તાલુકો નસવાડી જિલ્લો છોટા ઉદયપુર બતાવેલ.રૂમની અંદરથી નિર્ભયાની બહેનો એ ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠક ને જાણ કરતા તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ વિનુભાઈનો ફોન નંબર લઈને સરપંચને દરેક વાતે અવગત કર્યા. સરપંચ વિનુભાઈએ તાત્કાલિક છોકરી ના ભાઈ દિલીપભાઈ શામજીભાઈને સંપર્ક કરી સવારે રાજપીપળા ખાતે આવી સખી વન સ્ટોપ સેન્ટર ના સંચાલક મંદાબહેન પટેલ પી.એસ.આઇ પાઠક તથા નિર્ભયા સ્કવોર્ડના બહેનો રેખાબેન તથા પ્રભાબેનના રૂબરૂમાં સોપી દીધેલ
આમ નિર્ભયા સ્કવોર્ડ એ પરિવાર થી વિખુટા પડેલ છોકરીને એના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા