*અમદાવાદમાં વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારને પીઆઇ મહેતા અને પોલીસ સ્ટાફે ઝડપી લીધો..*
અમદાવાદ: અમદાવાદની અમરાઈવાડી પોલીસે છેલ્લા 15 દિવસથી ફરાર અર્જુન મુદલિયાર નામના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ગત રોજ રાત્રિના સમયે હાટકેશ્વરમાં વેપારી અજય અય્યર પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. અગાઉ ઝઘડાની અદાવત રાખી આરોપી અર્જુન મુદલિયારે સમાધાન કરવાને બહાને વેપારી અજય અય્યરને બહાર બોલાવી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીની માતા નિર્મલા મુદલિયાર પણ સામેલ હતી. હાલ અમરાઇવાડી પોલીસે નાસતો ફરતો આરોપી અર્જુન મુદલિયારને ઝડપી લીધો છે. ધરપકડ કરાયેલા આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોધાયેલા છે. એટલું નહીં આરોપી છેલ્લા દોઢ વર્ષથી પાસાના વોરન્ટમાં નાસતો ફરતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી અર્જુન ની ધરપકડ બાદ પોલીસ તપાસમાં એક મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી છે. ઇન્સપેક્ટર ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, અર્જુન ‘પાસા’ ના વોરેન્ટ સામે ઘણા સમયથી ફરાર હતો. જેમાં પોલીસ હવે તેને ‘પાસા’ હેઠળ પણ જેલમાં મોકલશે. અર્જુન મુદલિયારના માથે 10 થી પણ વધુ ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહીબિશન, બળાત્કાર, મારામારી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે. હાલ અરાઇવાડી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.