પુણાગામ – સુમુલ વિરોધ
સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણાગામ ખાતે સ્થાનિકોને દુધની થેલી વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરાયો હતો. સુરત અને તાપીમાં દુધના ભાવમાં કરતા નવસારીમાં દુધના ભાવમાં તફાવત હોય જેને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચને અનેક લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે રાજ્યભરમાં અન્ય દુધ ડેરીઓ કરતા સુમુલ ડેરી દ્વારા વધુ દુધનો ભાવ લેવાતો હોવાને લઈ ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પુણાગામ ખાતે પણ સુમુલ ડેરીના વધારાયેલા દુધના ભાવનો વિરોધ કરાયો હતો. અને લોકોને દુધની થેલી વિતરણ કરી હતી. અને સુમુલ ડેરીના તંત્ર સામે આક્ષેપ કરતા જણાવાયુ હતું કે સુરત શહેર અને તાપી જિલ્લામાં દુધના ભાવમાં સુમુલ ડેરી દ્વારા 4 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં અને તાપી જિલ્લામાં દુધની થેલીનો ભાવ 30 રૂપિયા છે જ્યારે નવસારીમાં 28 રૂપિયામાં દુધની થેલી વેચાઈ રહી છે જેને લઈ સુમુલ ડેરી દ્વારા સુરતની પ્રજા સાથે કરાઈ રહેલી છેતરામણીનો વિરોધ કર્યો હતો.
સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાને લઈ ઘણા સમયથી વિરોધ કરાઈ રહ્યો છે જો કે તેમ છતા સુમુલ ડેરી દ્વારા આ મામલે કોઈ નિવેડો લવાયો નથી.