બાળકો હાલમાં જંક ફુડના સકંજામાં

હાલના સમયમાં મોટા ભાગના માતાપિતાની ફરિયાદ છે કે તેમના બાળકો જંક ફુડ વધારે પસંદ કરે છે અને ભોજનથી દુર રહે છે. બ્રેકફાસ્ટને પણ ટાળે છે. નિયમિત રીતે ભોજન ન કરવાના કારણે હાલના સમયમાં  બાળકો જુદા જુદા પ્રકારના ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. સાથે સાથે બિમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. બજારમાં ઉપલબ્ધ જંક ફુડથી દિવસ કાઢી નાંખવાની પ્રવૃતિ હાલના સમયમાં વધી છે. જેના કારણે શ્રેણીબદ્ધ સમસ્યા સપાટી પર આવી રહી છે. સ્પર્ધાના યુગમાં બાળકો અને નોકરી કરનાર લોકો નિયમિત રીતે બ્રેકફાસ્ટ પણ કરતા નથી. જેના કારણે આરોગ્યની સમસ્યા ઉભી થાય છે.

દરેક વ્યક્તિ ફિટ અને એનર્જેટિક રહેવા માટે ઇચ્છુક હોય છે પરંતુ તે જરૂરી સમય કાઢી શકતો નથી. જંક ફુડથી બ્લડ શુગર વધી જાય છે. જેના કારણે આપને વધારે થાક લાગે છે. આપને ભોજનમાં પ્રોટીનયુક્ત ચીજોનો ઉપયોગ કરવાની સલાહ મોટા ભાગના નિષ્ણાંત લોકો આપે છે. ૨૪ કલાક ફિટ અને એનર્જેટિક રહેવા માટે કેટલીક ખરાબ ટેવ છોડી દેવાની જરૂર છે. ફિટ અને હેલ્થી રહેવા માટે નિયમિત કસરત જરૂરી બની ગઈ હોવાનું તારણ નવા અભ્યાસમાં બહાર આવ્યું છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરતથી શરીરમાં બ્લડ સરક્યુલેશનમાં ઉલ્લેખનીય વધારો થાય છે. સાથે સાથે આનાથી કુશળતા પણ વધી જાય છે. જંક ફુડમાં જુદા જુદા ઘટક તત્વોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. જે શરીરને લાંબા ગાળામાં નુકસાન કરે છે. આના કારણે સ્થુળતાને આમંત્રણ મળે છે. જંક ફુડ વધારે પ્રમાણમાં ઉપયોગ કરનાર બાળકો અને મોટી વયના લોકો પણ વધુ વજન ધરાવે છે. વધુ વજન થવાની સાથે જ જુદી જુદી બિમારીને આમંત્રણ મળી જાય છે. જંક ફુડથી બાળકો અને પોતાને દુર રાખવા માટે નિયમિત રીતે ભોજન કરવાની ટેવ વિકસિત કરવાની જરૂર હોય છે. સમયસર જ બ્રેક ફાસ્ટ કરવાની ટેવ જરૂરી છે.