છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લા પોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીઝડપાયો
પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદાએ પાટણા ગામેથી દબોચ્યો
રાજપીપલા,તા 27
છેલ્લા દોઢ વર્ષથી ઉમલ્લાપોલીસ મથકના ગુનામા નાસ્તો ફરતો આરોપીને
પેરોલ-ફર્લો-સ્કોડ નર્મદાએ પાટણા ગામેથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિમકરસિંહ પોલીસ
અધિક્ષક નર્મદની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુ નાજીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના મળતા, તેઓના રહેણાક તથા આશ્રય
સ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પકડી પાડી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી
કરવાની સુચના કરતા પેરોલ-ફર્લો સ્કોડના પો.સ.ઈ. એસ.એમ.રાઠવા.તથા પેરોલ-ફર્લો સ્કોર્ડના
પોલીસ સ્ટાફના માણસો દ્વારા ઉમલ્લા પોલીસ મથકમા પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઈ,૮૧ મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી રણજીતભાઈ મફતભાઈ વસાવા (ઉ.વ.૩૬ રહે,
નાના પાટણા, તા.નાદોદ જી-નર્મદા)ને ખાનગી બાતમીદાર મારફતે તેઓના નિવાસ સ્થાનેથી પકડી
પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ ઉમલ્લા પોલીસને ખાતે સોપવાની કાર્યવાહીકરવામાં આવેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા