રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા
રાજપીપલામા મહિલા મોરચાની બહેનો સહીત ભાજપા ના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું
રાજપીપલા, તા 27
રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમમા જોડાયા હતા. જેમાં રાજપીપલામા મહિલા મોરચાની બહેનો સહીત ભાજપાના કાર્યકરોએ વૃક્ષારોપણ પણ કર્યું
હતું.
આજરોજ રાજપીપળા શહેર માં મન કી બાત નો કાર્યક્રમ વોર્ડ નંબર બે મા દક્ષાબેન પટેલના ઘરે રાખ્યો હતો. ત્યાં રાજપીપળા શહેરના મહામંત્રી અજીતભાઈ પરીખ તથા રાજેન્દ્રભાઈ પટેલ તથા નર્મદા જિલ્લાના મહામંત્રી દક્ષાબેન પટેલ તથા જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ, ભારતીબેન દેશમુખ તથા રાજપીપળા શહેરના ઉપ-પ્રમુખ અરુણાબેન પટેલ નિમેષભાઈ પટેલ તથા ભુપેન્દ્રભાઈ ભૈયાએ મનકીબાતનો કાર્યક્મ મા પીએમ મોદી ને સાંભળ્યા હતા. તેમજ પોગ્રામ પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 2 માં નિમેષભાઈ પટેલ ના ઘર પાસે વૃક્ષારોપણનું કર્યું હતું. એ ઉપરાંત
ભારતીય જનતા પાર્ટી નર્મદા , કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી શનરેન્દ્ર ભાઇ મોદી નો મન કી બાત નો કાર્યક્રમ અને વુક્ષા રોપણ નો કાર્યક્રમ સાગબારા તાલુકા ના ઘોડાદેવી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં ગુજરાત ના કિસાન મોરચા ના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, નર્મદા જિલ્લા કિસાન મોરચા ના અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી આશિષભાઈ પટેલ
તથા ગામના વડીલો,કાર્યકર્તાઓ જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ઘણા વર્ષોથી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોના હિતને ધ્યાને લઈ પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રજોગ સંદેશ તેમજ મહત્વની જાણકારી પુરી પાડે છે અને દર મહિને એક વખત મન કી બાત કાર્યક્રમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન આપે છે
પીએમ મોદીએ કહ્યું કે પડકારો ખુબ આવ્યા, સંકટ પણ અનેક આવ્યા, કોરોનાના કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને અનેક વિધ્નો આવ્યા. પરંતુ આપણે દરેક સંકટથી નવો પાઠ ભણ્યા. તેમણેકોરોના મા દર્દીઓની સેવા કરતા તબીબોમાટે ડોક્ટર્સ ડે ઉજવવા પણ અનુરોધ કર્યો હતો.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા