*ટેક્સ ચોરીની નોટિસ સમાધાનની હજી એક તક મળશે*

નવી દિલ્હીઃ જો તમને ટેક્સની ચોરીની કોઈ નોટિસ મળી હોય તો તેમાં ગભરાવા જેવું કંઈ નથી. તમને તમારી ટેક્સ ચોરીનું સમાધાન કરવાની વધુ એક તક મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2020માં વિવાદથી વિશ્વાસ સુધીની એક દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્રીય કેબિનેટે પ્રત્યક્ષ ટેક્સના વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પરિવર્તનનો ઉદ્દેશ ખરડાના વ્યાપને વધારીને એક કેસોને સામેલ કરવાનો છે, જે અલગ-અલગ ડીઆરટીમાં પેન્ડિંગ છે