ગુજરાત રાજ્યમાં થોડા દિવસમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં દાવેદારમાં હાલ 4 નામ મોખરે ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી સિધ્ધાર્થ પટેલનું નામ મોખરે ચાલી રહ્યું છે. ચીમનભાઈ પટેલના પુત્ર નામ પર વિચારણા ચાલી રહી છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચાલી રહ્યું છે. સિનિયર નેતા તથા વિરોધપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ જયરાજસિંહ પરમાર ફાયરબ્રાન્ડ ઈમેજ ધરાવે છે. મીડિયામાં સત્તાધારી પક્ષ સામે ફેસ ટુ ફેસ પાવર ફૂલ છે. વારંવાર ટિકિટ કપાઈજવી વિધાનસભાની તોપણ ઝેર પીધા જાણી જાણી, હિમાંશુ પટેલનું પણ નામ ચર્ચામાં છે. ત્યારે પટેલ પાવર પાવરફુલ છે. વિધાનસભાની ટિકિટમાં ગોળ-ધાણા વેચાઈ ગયા બાદ લગ્નમાં વરરાજા આવી ગયા બાદ જાન પાછી જાય તેઓ ઘાટ આ વ્યક્તિનો સર્જાયો હોવા હતા. પાર્ટીને ચુસ્ત રહેલા છે. નહીંતર ગાંધીનગર દક્ષિણની સીટ બેશક કોંગ્રેસ પાસે હોત. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને હજુ જોજન દુરનું અંતર છે ત્યારે કોંગ્રેસમાં દાવેદારીને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ અને ભાજપનો સાંસદ અભય ભારદ્વાજના અવસાનથી બે સીટ ખાલી પડી છે. આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે પટેલ લોબીમાંથી ઉમેદવાર પસંદ કરવાનું વલણ ધારણ કરીને બેઠી છે તો અહેમદ પટેલના વફાદાર નેતાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. કોગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ કોરોનાની સારવાર બાદ સાજા થયેલા ભરતસિંહ સોલંકી ફરી એક વખત સકીય થઈ ગયા છે. ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા દ્વારા રાજયસભાની ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર અને સિનિયર કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલના નામ અંગે વિચારણા કરવામાં આવી છે. જોકે, ભાજપ ખાલી પડેલી બને સીટ અંકે કરવાનો પ્રયાસ કરશે એમાં કોઈ શંકા નથી,
ક્યારે અહેમદ પટેલના સમર્થકો દ્વારા વલસાડ કોંગ્રેસના નેતા અને અહેમદ પટેલના અત્યંત વિશ્વાસુ રહેલા ગૌરવ પંડયાનું નામ દાવેદાર તરીકે લેવામાં આવી રહ્યું છે ભરુચના કાર્યકરો અને આગેવાનો તથા અહેમદ પટેલની ફેમિલી પણ ગૌરવ પંડ્યાને રાજ્યસભામાં મોકલવામાં આવે તે માટે પ્રયત્નશીલ બન્યા હોવાની માહિતી મળી રહી આ બે નામ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવડીયાનું નામ પણ ચર્ચામાં છે. જયારે મુસ્લિમ સમાજમાંથી સુરતના નેતા અને પૂર્વ મેયર કદીર પીરઝાદાનું નામ ચર્ચામાં આવ્યું છે અહેમદ પટેલના સ્થાને મુસ્લિમ નેતાને રાજયસભામાં મોકલવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે. આ માંગણીને ધ્યાને રાખીને કદીર પીરઝાદાનું નામ રાજયસભા માટે ચર્ચામાં આવ્યું હોવાનું કોંગ્રેસ વર્તુળોએ જણાવ્યું છે.