સાગબારા તાલુકાના
સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી ઈંગ્લીસ દારૂ પકડાયો.
દારૂ, ઇનોવા કાર તથા બે મોબાઈલ સાથે કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/-
નો મુદ્દમાલ ઝડપાયો
રાજપીપલા, તા25
સાગબારા તાલુકાના
સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી ઈંગ્લીસ દારૂદારૂ, ઇનોવા કાર તથા બે મોબાઈલ સાથે કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/-
નો મુદ્દમાલ ઝડપાયો છે.
આ અંગે ફરીયાદી કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારાએ આરોપીઓ
(૧) રાકેશ શંભાજી પાટીલ (મુળ રહે
કલમાડી,તા.જી.નંદુરબાર(એમ.એચ) હાલ રહે.૧૭-
છત્રપતિ શીવાજી નગર સાર્વજનિક વિધ્યાલય લીમ્બાયત, ઉધના સુરત શહેર) તથા(૨) મુનાફખાન અહેમદઅલી પઠાણ રહે.૩/૩૧૩૮ જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ સુરત)
(૩) વિજય નામનો માણસ સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી આરોપી રાકેશ શંભાજી પાટીલ મુળ (રહે.કલમાડી, તા.જી. નંદુરબાર (એમ.એચ)
હાલ રહે. ૧૭- છત્રપતિ શીવાજી નગર સાર્વજનિક વિધ્યાલય લીમ્બાયત, ઉધના સુરત શહેર) તથા મુનાફખાન અહેમઅલી પઠાણ
(રહે.૩/૩૧૩૮ જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ સુરત)એ પોતાના કબજામાંની ઈનોવા ગાડી નંબર H 02 CB 9000 માંગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની જુદા જુદા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૨૯૮ કિ.રૂ.૧,૩૭,૦૪૦/- નો પ્રોહી
મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી માં સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસે મોબાઇલ નંગ-રકિ.રૂા.૧,૦૦૦/-તથા ઈનોવા ગાડી નંગ-૧ કિ.રૂા.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા.જેમાં વિજય નામના ઈસમે પુરો પાડી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા આરોપીઓ સામેગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની કલમ ૬૫(એ)(ઇ),
૮૧,૯૮(૨) મુજબગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા