ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

નેવડીઆંબા ગામે આરોપીના કબજા ભોગવટાના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો

ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

રાજપીપલા, તા.25

નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને નાબુદ
કરવા કડક નિર્દેશના અનુસંધાને રાજેશ પરમાર
સાહેબ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન
રાજપીપલા તથા પી.પી. ચૌધરી સર્કલ પો.ઇન્સ
ડેડીયાપાડાના સુપર વિઝન હેઠળ કે.એલ.ગળચર
પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસની
બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો
સાગબારા તાલુકાના
નેવડીઆંબા ગામે આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવાના
ધરમાં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી
દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમી આધારે રેઇડ કરતા
આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવા ધરમાં
મેકડોવલ વીસ્કી
કાચના તથા પ્લાસ્ટીકના નંગ- ૭૯૦ કિ.રૂ.૭૯,૦૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી હાવલાભાઇ શંકરભાઇ વસાવા (રહે.
નેવડીઆંબા તા.સાગબારા, જીલ્લો નર્મદા )ને પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા