નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે નગરપાલિકા ને આવેદન
રાજપીપળા ચિત્રાવાડી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન સ્મશાનમાં રસ્તા ,સોલાર લાઈટ ,બોર-મોટર,,સહિત વિકાસ ના કામ કરવા આવેદનપત્ર ધ્વરા રજુઆત કરી
રાજપીપલા, તા21
નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે 100 વર્ષ જૂનું સ્મશાન સ્મશાનમાં રસ્તા ,સોલાર લાઈટ ,બોર-મોટર,,સહિત વિકાસ ના કામ કરવાનગરપાલિકા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે
રાજપીપળા ચિત્રાવાડી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન આવેલ છે ત્યાં રાજપીપળા ના નગરજનો તથા ચિત્રાવાડી ગામ ના લોકો અંતિમયાત્રા કાઢી પોતાના સ્વજનો ને ત્યાં વિધિ પ્રમાણે અંતિમક્રિયા કરે છે. જે ચિત્રાવાડી ગામ ની સીમમાં તથા રાજપીપળા ની હદ માં લાગતું હોવાથી રાજપીપળા નગરપાલિકા ચીફ ઓફિસર ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ તરફથી સ્મશાનમાં રસ્તા ,સોલાર લાઈટ ,બોર-મોટર,,સહિતસુવિધા સાથે વિકાસ ના કામ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નર્મદા યુથકૉંગ્રેસ પ્રમુખ તથા નાંદોદ વિધાનસભા યુથકૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા તથા નર્મદા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર તથા પ્રમુખ શહેર યુવા કોંગ્રેસ મેહુલ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા