યોગ દિવસ ની ઉજવણી
સૌ કરો મળીને આજ,
સંકલ્પ કરો સૌ સાથે રહીને
સદાય નિરોગી રહેવા કાજ.
ઋષિ મુનિઓ ની ભેટ
છે સૌ માટે સુખકારી,
દીર્ઘ આયું ને નિરામય
સ્વાસ્થ્ય છે દેનારી.
ચિત્ત વૃત્તિ ની શાંતિ
નથી મળતી કોઈ બજારે,
નિર્મળ જીવન જીવવા
યોગ કરવાજ પડશે મારે.
દોડધામ ના આ જીવનમાં
નથી કોઈને આજ શાંતિ,
ભલે વાપરો મોબાઈલ તમે
પણ યોગ જ છે વિશ્રાંતિ .
ઉપકરણો ની સાથે આજે
યંત્રવત બન્યા છે માનવ,
વાપરો યંત્ર સમજી ને ભાઈ
નહિ તો એ જ બને છે દાનવ.
રોગ ના ભોગ બની રહ્યા
ઘર ધર નર ને નારી,
વિનામૂલ્યે ઠીક કરે છે
યોગ તબિયત સૌની સારી.
મૂલ્યવાન શરીર ને માટે
કરો યોગ નિત્ય અમૂલ્ય,
મળશે ખુશીઓ અપાર
સમજાશે જીવન ના મૂલ્ય.
યોગ થી રોગ દૂર થશે
થશે લીલા લેર ,
જીવ અને શિવની વાતો
પ્રભુ પધારશે આપણા ઘેર.
યોગ ની વાતો સમજવા
શ્રીમદ્ ભગવદ્ ગીતા છે મોટી,
એક સમાન રહેવું જીવન મા
યોગ ની આ વ્યાખ્યા છે મોટી
યોગની વાત કરતા કરતાં
ઋષિ પતંજલિ કેમ ભૂલાય,
ચિત્ત વૃત્તિ ને વાણી શરીર ની
જેના થકી જય જય થાય.
એક દિવસ ની ઉજવણી
ના કરશો યોગ કરીને,
આજીવન રહો નિરોગી
રોજ રોજ યોગ કરીને.
ભૂલાયેલો ભવ્ય વારસો
આવો ઉપાડીએ આજ,
નકુમ લખે છે નક્કી કરવા
ઉજ્વળ ભવિષ્ય ને કાજ …
– જીતેન્દ્ર નકુમ
( આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી પ્રસંગે 21/6/21 ને સોમવાર …સવારે ૯ કલાકે )