*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન*
અમદાવાદ: સંજીવ રાજપૂત: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી, આ નવરાત્રીમાં ખેલૈયા ગરબે ઘૂમવા વર્ષ દરમ્યાન આતુરતાથી રાહ જોતાં હોય છે. જેમાં ભક્તિ અને શક્તિના સમન્વય સાથે કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા અમદાવાદના સૌથી પહેલા અને કર્ણાવતી ક્લબના ઐતિહાષિક ગરબાની સ્થાપના કરી ખેલૈયાઓ માટે ખાસ પ્રિ – નવરાત્રીનું આયોજન કરાયું હતું.અને કર્ણાવતી ક્લબના મેમ્બર્સ માટે અત્યાર સુધી ક્યારે ના થયું હોય તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખૂબ સારો પ્રતિષાદ મળ્યો હતો. જેમાં અમદાવાદમાં નવરાત્રી પહેલા ગરબાની રમઝટ માણવાનું ખેલૈયાઓ ચૂક્યા નહીં અને પાંચ હજારથી પણ વધુ ખેલૈયાઓ કર્ણાવતી ને સંગ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાર્થ ઓઝાના સૂરે જુમ્યા અને આનંદ માણ્યો હતો આ ગરબાની ખાસ વિશેષતામાં ગ્રાઉંડના દરેક ખૂણામાં ફોટો ગેલેરી બનાવવામાં આવી હતી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે જ ગરબા ગ્રાઉંડમાં યુનિક ડેકોરેશન કરવામાં આવ્યું હતું
જે જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કર્ણાવતી ક્લબના હાલો ઝૂમીએ કર્ણાવતીના સંગેના ગરબાનું આયોજન માટે હિતા એનજી પટેલ, ચેરપર્સન, વુમન એમ્પાવરમેંટ કમીટી, સુનીતિ ચૌહાણ અને સીમા માંડોલા, કો – ચેરપર્સન્સ, ઓફ વુમન એમ્પાવરમેંટ કમીટી, અને ડૉ. રિધમ પટેલ સોશિયલ મીડિયા હેડ વુમન એમ્પાવરમેંટ કમીટીને આપી શકાય જેમને અત્યાર સુધીની સૌથી મોટી ભવ્યથી ભવ્ય ગરબા ઈવેન્ટનું આયોજન કર્યું છે સાથે જ કર્ણાવતી ક્લબના સભ્યો માટે એન્ટ્રી ફી 500 અને ગેસ્ટ માટે માત્ર 800 રૂપિયા રાખી હતી અને વીઆઇપી પાસ ફી 1500 રૂપિયા રાખી હતી જેમાં વેલે પાર્કિંગ,ચા- કોફી, પાણી, જમવા અલગથી વ્યવસ્થા રાખવામા આવી હતી.
કર્ણાવતી ક્લબના ચેરપર્સન હિતા એનજી પટેલ દ્વારા અમદાવાદનાં સૌથી પહેલા અને કર્ણાવતી ક્લબના સૌથી ભવ્ય ગરબાનું આયોજન કરાયું જેમાં ભવ્ય ડેકોરેશનની સાથે ગરબામાં આવેલા લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને ગરબનો આનંદ માણી શકે એ માટે ખાસ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.