સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

રાજપીપલા, તા 14

સુંદરપુરા ગામ નજીક
જીતગઢ બસસ્ટેન્ડ પાસે મોટરસાઇકલ રોડ ક્રોસ કરતા ભૂંડ વચ્ચે આવી જતા અકસ્માતમા મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદીનરાકેશભાઈ રૂપાભાઈ વસાવા (ઉ.વ.-૩૩ ધંધો-મજુરી રહે.જુનારાજ તા.નાંદોદ જી.નર્મદા)એ આરોપીદિનેશભાઈ મણીલાલભાઈ વસાવા (ઉ.વ.૨૭ રહે.જુનારાજ તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદ ની વિગત અનુસાર મરનારે પોતાના કબજાની મો.સા નંબર જીજે.૨૨.એમ.કર૩૪ની પુર ઝડપે અને ગફલતભરી રીતે
હંકારી લઈ આવતા ભુંડ રોડ ક્રોસ કરતા તેની મો.સા સાથે અથાડતા મરણજનારને શરીરે માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા સારવાર દરમ્યાનવડોદરા એસ.એસ.જી હોસ્પીટલમાં દાખલ કરતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા