પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ રૂપિયા 1 કરોડની સહાય પ્રધાનમંત્રી રાહત કોષને એમણે મોકલી હતી. જે સહાયની વણથંભી યાત્રા આજે પણ ચાલુ છે. સતત એમણે વિવિધ સંસ્થાઓ, સમાજસેવી સંગઠનોને આર્થિક સહાય આપી છે અને તે દ્વારા સમાજના છેલ્લા વર્ગના લોકો સુધી પહોંચ્યા છે. સાથોસાથ રામકથાના અવિરત અનુષ્ઠાન દ્વારા લોકોમાં વ્યાપેલી નિરાશા, હતાશા અને દરની માનસિકતા સામે કામ કર્યું છે.

લોક મંગલ માટેની એમની અપીલને એમની રામકથાના શ્રોતાઓએ હમેશા જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. આજ રોજ ગુજરાત વિચરતી જાતિ સમુદાય મંચના મિત્તલ પટેલની સંસ્થાને બાપુ દ્વારા ૧૧ લાખ આપવામાં આવ્યા છે. એ જ પ્રમાણે દેશના ગુજરાત તેમજ મુંબઈ, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, દિલ્હી સહીત વિવિધ પ્રાંતમાં જે સેકસ વર્કર (Sex Worker) બહેનોનાં પરિવારના પુનઃ વસન માટે કાર્યરત સંસ્થાઓ અને સંગઠનોને ૨૪ લાખની સહાય મોકલવામાં આવનાર છે. આમ કુલ ૩૫ લાખની સહાય મોકલવામાં આવશે